લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / દેશમાં ફરીથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ,આ દેશે કર્યો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

સામાન્ય નાગરિકોને ફરી એકવખત મોંઘવારીની માર ઝીલવી પડી શકે છે,કારણ કે સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે.તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવખત વધારો જોવા મળી શકે છે.આમ ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તો વધશે,તેની સાથે અન્ય જરૂરી ખાદ્યવસ્તુ પણ મોંઘી થશે.જેની સીધી અસર દેશના મધ્યમ વર્ગ પર પડશે.

સાઉદી આરબની તેલ કંપની સાઉદી અરામકોએ એશિયાના બજાર માટે પ્રતિ બેલર 0.4 અમેરિક ડોલરનો વધારો કર્યો છે.જ્યારે અમેરિકા અને યૂરોપ માટે કંપનીએ ક્રમશ: 0.1 અમેરિકન ડોલર અને 0.2 અમેરિકન ડોલર પ્રતિ બેરલનો ઘટાડો કર્યો છે.નોંધનીય છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવ 61.45 અમેરિકી ડોલર પ્રતિ બેરલ છે.

આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશની રિફાઇનરીને સાઉદી અરબ પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો આદેશ આપ્યો છે.સરકારે જણાવ્યું કે દેશની રિફાઇનરી સાઉદીની જગ્યા અન્ય દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે,જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ના થાય.

સાઉદી અરબે ભારતને જણાવ્યું કે ગત વર્ષે કાચા તેલના ભાવ ઓછા થયા હતા.ત્યારે ભારતે ખરીદેલ કાચા ઓઇલનો ઉપયોગ હાલ કરી શકાય છે.ઉલ્લેખનીય છે કે ભારતે પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠન (ઓપેક) અને તેના સાથી દેશોને ઉત્પાદન પર લાગેલા પ્રતિબંધ દૂર કરવાની અપીલ કરી હતી,જોકે ભારતની અપીલ અવગણવામાં આવી અને આંતરરાષ્ટ્રીય બજામાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા.

ગત વર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.આ દરમિયાન ભારતે 67 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યો હતો.ત્યારે ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ 19 ડોલર પ્રતિ ડોલર હતો.