લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓક્સિજનની તંગી દૂર કરવા વાયુસેનાની મદદ લેવાની તૈયારી કરાઇ

દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે.ત્યારે હવે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે વાયુસેનાની તૈનાતી કરવામાં આવશે.જેમાં અન્ય દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુસેનાની મદદ લઈ શકે છે.આમ ભારતીય વાયુસેનાએ કોરોના સંકટ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી ઓક્સિજન કન્ટેનર,સિલિન્ડર,દવા,આરોગ્ય ઉપકરણ વગેરેના સપ્લાયમાં મદદ કરી છે.ત્યારે દિલ્હીના કોવિડ કેન્દ્રો માટે બેંગલુરૂથી ડીઆરડીઓના ઓક્સિજન કન્ટેનર્સને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.આમ ડીઆરડીઓ પણ હોસ્પિટલના નિર્માણમાં સહયોગ આપી રહ્યું છે.આમ દિલ્હીમાં ઓક્સિજનની ભારે માંગ છે.ત્યારે અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી દેખાઈ રહી છે.