લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાબ્લો પિકાસોના ‘મેરી થ્રી’ પેઈન્ટિંગની 757 કરોડમાં હરાજી થઈ

સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગમાં આદર સાથે લેવામાં આવે છે.તેમની પેઇન્ટિંગ કરોડોની કિંમતે વેચાતી હોય છે.ત્યારે પિકાસોના ‘મેરી થ્રી’ નામના પ્રખ્યાત પેઇન્ટિંગ માટે અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં હરાજી યોજાઇ હતી.જેમાં આ પેઈન્ટિંગ 757 કરોડમાં વેચાઈ હતી.જે ઇસ 1932માં પિકાસો દ્વારા બનાવવામાં આવ્યું હતુ.

આમ પિકાસોનો જન્મ ઇસ.1881માં સ્પેન ખાતે થયો હતો.ઇસ1973માં તેમનું અવસાન થયું.આમ જ્યારે મોટાભાગના સેક્ટરમાં કોરોના રોગચાળાને કારણે મંદીનો માહોલ છે બજારો બંધ થઈ રહ્યા છે.ત્યારે 757 કરોડમાં પિકાસોની પેઇન્ટિંગ્સનું વેચાણ સાબિત કરે છે કે તે કલાક્ષેત્રમાં કેટલું મોટું નામ છે.આમ આ પેઇન્ટિંગમાં એક છોકરી બારીની બાજુમાં બેઠેલી જોવા મળે છે.

આમ છેલ્લાં બે વર્ષમાં બીજીવખત પિકાસોના પેઇન્ટિંગ્સ 100 મિલિયનથી વધુના ભાવે વેચાયા છે.આમ સ્પેનના પાબ્લો પિકાસોની ઘણી પેઇન્ટિંગ્સ ખૂબ પ્રખ્યાત તેમજ વિવાદાસ્પદ રહી છે.પિકાસોએ બાળપણથી જ પેઇન્ટિંગ બ્રશ હાથમાં લઈ લીધું હતુ અને 15 વર્ષની ઉંમરે તે આકર્ષક ચિત્રો બનાવીને સૌને આશ્ચર્યચકિત કરતો હતો.