વિશ્વબેન્ક સહાય કરશે: પાકિસ્તાનમાં 39 લાખ લોકોને કોરોનાની રસી મળી,વિશ્વબેન્ક 11 અબજ ડોલરની સહાય કરશે
ભારતમાં કોરોનાના સંક્રમણ અને રસીની અછતની વચ્ચે 15 કરોડ કરતા વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે.ત્યારે બીજીતરફ પાડોશી દેશ પાકિસ્તાન આ બાબતે પાછળ છે.જેમાં પાકિસ્તાનની વસ્તી 15 કરોડ કરતા વધુ છે.ત્યારે અહી 39 લાખ લોકોને કોરોનાની રસી મુકી શકાઈ છે.ત્યારે ફરી એકવખત વિશ્વબેન્કે કોરોનાની રસી મુકવા માટે પાકિસ્તાનની મદદ કરવાનુ નક્કી કર્યુ છે.જેમાં વિશ્વબેન્ક કોરોનાના વેક્સીનેશન પ્રોગ્રામ માટે 11 અબજ રૂપિયાની સહાય કરવાનુ નક્કી કર્યુ છે.આમ વર્લ્ડબેન્કે 21 જેટલા દેશોમાં 2 અબજ ડોલરથી વધુ કિંમતની વેક્સીન યોજનાઓને મંજૂરી આપી છે અને તેમાં પાકિસ્તાન પણ છે.વિશ્વબેન્કે કહ્યુ છે કે આ રકમનો ઉપયોગ રસી મુકવા માટેના તંત્રને મજબૂત કરવા માટે અને વેક્સીનેશન પ્રોગ્રામને લાગુ કરવા માટે કરવામાં આવશે.વિશ્વબેન્કે પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ અને શ્રીલંકાને પણ 768 અમેરિકન ડોલરની સહાય વેક્સીનેશન માટે આપવાનુ નક્કી કર્યુ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved