લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પેલેસ્ટાઈન પર ઈઝરાયેલનો ફરી હવાઈ હુમલો થયો

પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ સતત હુમલા કરી રહ્યુ છે.જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા છે.ત્યારે ઈઝરાયેલે વધુ એક હવાઈ હુમલો કર્યો છે અને તેમાં પેલેસ્ટાઈનના સૈન્ય અધિકારીનુ મોત થયુ છે.બીજીતરફ યુનાઈટેડ નેશન્સે ઈઝરાયેલના હવાઈ હુમલાના કારણે મોતને ભેટી રહેલા નાગરિકોને લઈને ઈઝરાયેલની ટીકા કરી છે અને કહ્યું છે કે ઈઝારાયેલને હવાઈ હુમલા રોકવા માટે તેમજ બંને પક્ષો સંયમ રાખે તેવી અપીલ કરી છે.આમ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આતંકી સંગઠન ઈસ્લામિક જેહાદના ત્રણ કમાન્ડરો તેમજ તેમના પરિવારના સભ્યો મોતને ભેટયા હતા.આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા.