લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે બુધવારે પણ એક ટકાનો વધારો નોંધાયો હતો.ત્યારે ફરીએકવાર એક દિવસ પહેલા બે ટકાનો વધારો નોંધાયો હતો.ત્યારે તેની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે.આમ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિલીટરનો વધારો થયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતે આમ આદમીનું ટેન્શન વધારી દિધું છે.આમ આ સિવાય એલપીસી સિલિન્ડરના ભાવમાં પણ રૂપિયા 25નો વધારો થયો છે.

આમ દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 76.83 રૂપિયા લીટર છે.આમ સતત થઈ રહેલા ભાવધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે.જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.

આમ નાણામંત્રી નિર્મલા સીતારમને 1લી ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું સામન્ય બજેટ રજુ કર્યું હતું.ત્યારે પેટ્રોલ-ડીઝલ પર પ્રતિલીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિલીટર સેસ લગાવવાની જાહેરાત કરી હતી.આમ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ સવારે 6 વાગ્યે સુધારો થાય છે.સવારે 6 વાગ્યાથી નવા દર લાગુ થઇ જાય છે.પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઝડ્યુટી,ડીલ કમીશન અને અન્ય ટેક્ષનો ઉમેરો કર્યા બાદ તેની કિંમત લગભગ 2 ગણી થઇ જાય છે.આમ વિદેશી મુદ્રા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું ચાલી રહી છે તેના આધાર પર દરરોજ કિંમતમાં ફેરબદલ થતાં હોય છે.