પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા 15 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી છે.ત્યારે દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ પ્રતિ લિટર 16 પૈસા જ્યારે ડીઝલ પ્રતિ લિટર 14 પૈસા સસ્તું થયું હતું.આમ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય માર્કેટમા 5 ટકાની તેજી નોંધાઈ હતી.જ્યારે બ્રેંટ ક્રુડ 66.52 ડોલર પ્રતિ બેરલ આસપાસ અને ડબલ્યુ.ટી.આઇ ક્રુડ 63.03 ડોલર પ્રતિ બેરલ આસપાસ ચાલી રહ્યું છે.
આમ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 90.40 રૂપિયાએ આવી ગયું,જ્યારે ડીઝલ પ્રતિ લિટર 80.73 રૂપિયા પર આવી ગયું હતું.આમ આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ 96.82 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિલિટર,કોલકાતામાં પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિલિટર તથા ચેન્નાઈમાં પેટ્રોલ 92.43 રૂપિયા,ડીઝલ 85.73 રૂપિયા પ્રતિલિટર થઈ ગયા છે.
આ પહેલા ફેબ્રુઆરી માસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયો હતો.જેમાં ફેબ્રુઆરીમાં આશરે 16 વખત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવામાં આવ્યો હતો.જેથી પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘુ અને ડીઝલ 4.52 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved