લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ઈલેકટ્રીક વાહનોનું આકર્ષણ વધારવા ટેકસમાં ઘટાડો કરવાની તૈયારી

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને પગલે દેશમાં ઈલેકટ્રીક ગાડીઓના ભાવ ઘટાડવાનું કામ સરકારે શરૂ કરી દીધું છે.જેમા આગામી મહીને યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ દર ઘટાડવાના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે.બજેટ બાદ જીએસટીના દરોનું રિસ્ટ્રકચરીંગનું કામ શરૂ થઈ ગયુ છે. સૌથી પહેલા ઈન્વર્ટેડ,ડયુટી સ્ટ્રકચરને સુધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

સરકાર ઈલેકટ્રીક ગાડીઓની બેટરી અને અન્ય કાચા માલ પર લાગતા ટેકસના દર સુધારવાનું કામ શરૂ કરી ચૂકી છે.આમ જીએસટીની બેઠકમાં બેટરી સાથે સંલગ્ન સેવાઓ પર પણ ટેકસના દર ઘટાડવામાં આવી શકે છે.આ દરો 18 ટકામાંથી 12 ટકાથી 5 ટકાના દાયરામાં લાવવાનો વિચાર થઈ રહ્યો છે.જયારે ગાડી વેચવા પર 5 ટકા જીએસટી લાગે છે જેને લઈને ગ્રાહકોને લાગે છે કે ઈલેકટ્રીક ગાડીનું મેન્ટેનન્સ મોંઘુ થઈ શકે છે.ત્યારે સરકાર આ ખામીઓને દુર કરવા માટે વિચારવિમર્શ કરી રહી છે.ભારતમાં લોકો ગાડીઓની કિંમત અને તેના ઉપયોગના ખર્ચને લઈને ખૂબ જ જાગૃત છે.આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી વાહનોના ઉપયોગનો ખર્ચ વધ્યો છે.આથી આવનારા સમયમાં આવા વાહનોનું વેચાણ ઘટી શકે છે તેનો ફાયદો ઈલેકટ્રીક ગાડીઓને થઈ શકે છે.આમ કંપનીઓ પણ હવે ઈલેકટ્રીક ગાડીઓ લાવી રહી છે.

સરકાર ઈ-વાહનોના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા માંગે છે.ત્યારે સરકાર ભારતને ઈ-વાહન નિર્માણનું હબ બનાવવા માંગે છે તેના માટે બેટરી,ચાર્જીંગ પોઈન્ટ જેવા પાયાના માળખા પર ઝડપથી કામ થઈ રહ્યું છે.સરકાર ઈલેકટ્રીક વાહનોને લઈને હાઈવે પર વિશેષ લેન બનાવવાનું પણ વિચારી રહી છે અને આ મામલે ઝડપથી ફેસલો આવી શકે છે.