લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફાઈઝર અને બાયોટેકે બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરી

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.ત્યારે વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.એવામાં અમેરિકન વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝર ઈન્ક અને બાયોટેક એસ.ઈ દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.આમ વેક્સિનેશન માટેની ઉંમર વર્ષ 2022 સુધીમાં એક્સપાન્ડ કરી દેવામાં આવશે.

આમ ફાઈઝરના પ્રવક્તાના કહેવા મુજબ વેક્સિનેશનના પ્રારંભિક તબક્કામા પહેલા વોલન્ટિયરને વેક્સિન આપવામાં આવી હતી.આના પહેલા મૉડર્નાએ અમેરિકામાં બાળકો પર વેક્સિન ટ્રાયલ શરૂ કરી હતી જેને કીડ કોવ નામ આપવામાં આવ્યું છે.આમ આ અભિયાન અંતર્ગત અમેરિકા અને કેનેડામાં 6 મહિનાથી લઈને 11 વર્ષની ઉંમર ધરાવતા 6,750 બાળકોને ટ્રાયલ માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે.

આમ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ પણ બાળકો માટે વેક્સિન લાવવાની તૈયારીમાં છે.આ વેક્સિન બાળકોને તેમના જન્મના એક મહિનાની અંદર આપવામાં આવશે.આ ઉપરાંત ભવિષ્યમાં કંપની આ વેક્સિનને દવા તરીકે પણ વિકસિત કરશે જેથી કોરોનાથી સંક્રમિત બાળકોને તે આપી શકાય.