બ્રાઝિલમા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 93,000 કરતાં વધારે કેસો નોંધાતા કોરોનાના કુલ કેસો 1,33,75,414 થઇ હતી જ્યારે 3693 લોકોના મોત થતા કુલ મરણાંક 3,48,934 થયો હતો.આમ દેશના 19 રાજ્યોમાં કોરોનાનો ચેપ સતત વધી રહ્યો હોવાથી છેલ્લા 7 દિવસમાં મરણાંક 2930 થયો છે,જે દુનિયામાં સર્વાધિક છે.ત્યારે ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુ.એસ રેગ્યુલેટર્સ એફ.ડી.એ સમક્ષ રજૂઆત કરી છે.આમ ડિસેમ્બરમાં 16 વર્ષ અને તેથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.આમ ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં સરકારે કોરોનાની રસીની નિકાસમાં ઘટાડો કરતાં ઘણાં દેશોમાં બેચેની ફેલાઇ ગઇ છે.જેમાં નેપાળ,ઇરાન અને મેક્સિકો સહિતના ઘણાં દેશોએ રસીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ ન મુકવાનો આગ્રહ કર્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved