લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં ફાઈઝરે નફા વગર રસી આપવાની જાહેરાત કરી

અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરે જાહેરાત કરી હતી કે તે ભારતમાં નફો લીધા વગર પડતર કિંમતે વેક્સિન આપશે.જે પ્રસ્તાવ કંપનીના પ્રવક્તાએ ભારત સરકાર સમક્ષ મૂક્યો છે.આમ ભારતને આપવા માટે ફાઈઝરે તેનો ભાવ નક્કી કરી લીધો છે.સમગ્ર દુનિયાભરના લોકોને સસ્તા ભાવે વેક્સિન મળી રહે તે માટે કંપનીએ પ્રયાસ કર્યો છે.આમ કેન્દ્ર સરકારે વિદેશી વેક્સિનને ભારતના વેક્સિનેશન મિશન માટે પરવાનગી આપી હતી.જેના અંતર્ગત ફાઈઝર,મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનની રસી ભારતમા ઉપલબ્ધ થશે.