લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ કેર્સ ફંડમાંથી સરકારી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટસ સ્થપાશે

કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની કમીને પગલે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.જે અંગે કેન્દ્ર સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે પીએમ કેર્સ ફંડ દ્વારા દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન બનાવનારા 551 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.આમ આ પ્લાન્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ સાથે વડાપ્રધાને વહેલી તકે અમલ કરવા નિર્દેશ કર્યો છે.જેમાં તેમણે કહ્યું છે કે આ પ્લાન્ટસથી જિલ્લા સ્તરે ઓક્સિજનની ઉપલબ્ધતાને બળ મળશે.આમ આ અગાઉ પીએમ કેર્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં 162 પી.એસ.એ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટસની સ્થાપના માટે 201.58 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.