વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે આજે દેશના 10 રાજ્યના 54 જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરશે.આ દરમિયાન તેઓ કોરોના અને બીજી લહેરની પરિસ્થિતિ મુદ્દે અધિકારીઓ સાથે તેમના અનુભવોની ચર્ચા કરશે.જે બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે.આ પહેલાં પીએમઓ તરફથી બેઠક મુદ્દે રાજ્યોના મુખ્ય સચિવ,ગૃહ સચિવ અને પોલીસ ડિરેક્ટર જનરલને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.આમ વડાપ્રધાન જે 10 રાજ્યના કલેકટરો સાથે બેઠક કરવાના છે તેમાં ઝારખંડ,મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ,કેરળ,રાજસ્થાન,ઓડિશા,હરિયાણા, છત્તીસગઢ,ઉત્તરપ્રદેશ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.
આમ આ અગાઉ 18 મેના રોજ વડાપ્રધાને 9 રાજ્યના 46 જિલ્લા કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.જે બેઠકમાં તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ જિલ્લા જીતે છે ત્યારે દેશ જીતે છે.આપણા દેશમાં જેટલા જિલ્લાઓ છે તેટલા પડકારો છે.આ દરમિયાન તેમણે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને જિલ્લાના લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે જિલ્લાની હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે? ક્યાં ઉપલબ્ધ છે? આ પ્રકારની માહિતી આપવાથી લોકોની સુવિધા વધે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved