લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પોંડિચેરીમાં મુખ્યમંત્રી નારાયણસામી બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જતાં સરકાર પડી ભાંગી

પોંડિચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનવાળી સરકાર પડી ભાંગી છે.પોંડિચેરી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી છે.આ કારણે સ્પીકરે સરકાર પાસે બહુમત ન હોવાનું જાહેર કરી દીધું અને નારાયણસામીની વિદાય નિશ્ચિત થઈ ગઈ છે.આમ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 9 ધારાસભ્યો ઉપરાંત ડીએમકેના 2 અને અપક્ષના 1 ધારાસભ્યનું સમર્થન મળેલું હતું.આમ કોંગ્રેસને 11 ધારાસભ્યોનું સમર્થન હતું.જ્યારે વિધાનસભાની વર્તમાન સ્થિતિ મુજબ બહુમત માટે 14 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું.જે વિપક્ષ પાસે છે.આમ વિશ્વાસમત દરમિયાન નારાયણસામીની સરકારે બહુમત ગુમાવ્યો હતો.તેમજ વિશ્વાસ મત રજૂ કરતા પહેલા તેમણે પૂર્ણ રાજ્યની માંગણી કરી હતી