રાંધણગેસ પછી હવે કેરોસીનમાં પણ સબસીડી ખત્મ થઈ છે.કેન્દ્ર સરકારે ગરીબોના ઈંધણ એવા કેરોસીનમાં નવો ભાવવધારો કરતાં સબસીડાઈઝ તથા ખુલ્લા માર્કેટમાં મળતા કેરોસીનનાં ભાવ એકસમાન થઈ ગયા છે.કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પેશ કરેલા બજેટમાં નવા નાણાંકીય વર્ષ માટે કેરોસીન સબસીડી માટે કોઈ ફાળવણી કરવામાં આવી નથી.ચાલુ નાણાંકીય વર્ષ માટે સબસીડીની રકમ 2677.32 કરોડ હતી તે ગત નાણાંકીય વર્ષમાં 4158 કરોડ હતી.
આમ કેરોસીનની સબસીડીનો બોજ ઘટાડવા વર્ષ 2016થી દર પખવાડીયે કેરોસીનનાં ભાવમાં પ્રતિલીટર 25 પૈસાનો વધારો કરવાની નીતિ અપનાવવામાં આવી હતી.પરંતુ ગત ફેબ્રુઆરીમાં જ સબસીડી પર પડદો પડી ગયો હતો.જેમાં છેલ્લા ચાર વર્ષમાં કેરોસીનમાં રૂા.23.8નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો.જ્યારે મુંબઈમાં ભાવ રૂા.36.12 થયો છે.રેશનીંગમાં આવતા કેરોસીનનાં ભાવમાં વૈશ્વિક ભાવના ધોરણે દર મહિને ફેરફાર કરવામાં આવે છે.છેલ્લા જાન્યુઆરીમાં રૂા.3.87નો ભાવવધારો કરવામાં આવ્યો હતો.આમ સરકારે 8 કરોડ જેટલા પરિવારોને મફત ગેસ સીલીન્ડર આપ્યા હોવાથી કેરોસીનનો વપરાશ ઘટી ગયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved