લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રીમંડળની મંજૂરી

પોંડિચેરીમાં કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવતા કેન્દ્રિય મંત્રીમંડળે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ત્યારે પોંડિચેરીમાં સરકાર તૂટ્યા બાદ બીજેપી કે અન્ય પાર્ટીઓએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો ન હતો.જે પછી ઉપરાજ્યપાલની ભલામણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણને મંજૂરી આપી હતી.

આમ પોંડિચેરીમાં સીએમ નારાયણસ્વામીના રાજીનામું આપ્યા બાદ અન્ય કોઇ પક્ષે સરકાર બનાવવાનો દાવો માંડ્યો ન હતો, જેથી રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરતા કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપતા હવે રાષ્ટ્રપતિની મંજૂરી પછી વિધાનસભા ભંગ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે.