લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પી.પી.ઇ કીટ કપડાની જેમ વારંવાર પહેરી શકાશે,આઇ.આઇ.ટી મંડીના સંશોધકોએ સફળતા મેળવી

કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈ.આઈ.ટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ તેમજ માસ્ક માટે એક ફેબ્રિક તૈયાર કર્યું છે જે કોરોના વાયરસને નષ્ટ કરવામાં સક્ષમ હશે.આમ આ પ્રકારના કાપડમાંથી બનેલું એક માસ્ક રૂ.30માં તૈયાર થશે,જ્યારે કીટના કાપડની કિંમત પ્રતિ સ્ક્વેર સેમી રૂ.2.5 થી 3 હશે.આ ફેબ્રિકથી બનાવેલી કીટનો ઉપયોગ સાધારણ કપડાની જેમ વારંવાર કરી શકાશે.જ્યારે તડકામાં રાખવાથી આ મટીરિયલ પોતાની સફાઈ કરવા સક્ષમ બનશે.આમ આઈઆઈટી મંડીની સ્કુલ ઓફ બેઝિક સાયન્સના સંશોધકોએ આ શોધ કરી છે.જેના સંશોધન પ્રમાણે ફેબ્રિકથી બનેલી પીપીઈ કીટ તેમજ માસ્કને 60 વખત ધોવામાં આવે ત્યારબાદ પણ તેની ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જળવાઈ રહેશે.આમ આ ફેબ્રિકમાં મોલિબ્ડેનમ સલ્ફાઈડ,એમઓએસ2ના નેનોમીટર આકારની શીટ સામેલ કરવામાં આવી છે.જેની કીનાર અને ખૂણા ચપ્પાની જેમ બેક્ટેરિયા તેમજ વાયરલ પટલનો છેદ કરી તેને મારી નાખે છે.