લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આજે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં સવારથી તેમને છાતીમાં દુઃખાવો થઈ રહ્યો હોવાથી તેમને આર્મી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમની રૂટીન તપાસ કરવામાં આવી હતી.આમ વર્તમાન સમયમાં તેઓ સ્થિર હોવાનું જણાવાયું છે.ત્યારે આર્મી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેમની તબીયત સ્થિર છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હાલચાલ પૂછ્યા હતા.પી.એમ.ઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુત્ર સાથે વાતચીત કરી હતી તેમજ તેમને જલ્દી સ્વસ્થ થવા માટે શુભકામના પાઠવી હતી.આમ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.જેમાં રાષ્ટ્રપતિએ તેમના પત્ની સાથે આર્મી હોસ્પિટલમાં કોરોના વેક્સિન મુકાવી હતી.