દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે.કેન્દ્ર સરકારે 1 માર્ચથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે અને એ પછી મોટી સંખ્યામાં નેતાઓ પણ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે.આમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.આ સમયે તેમના પુત્રી પણ તેમની સાથે હાજર રહ્યા હતા.આમ રાષ્ટ્રપતિએ દુનિયામાં સૌથી મોટાપાયે રસીકરણ ઝુંબેશ ચલાવવા બદલ ડોક્ટર,નર્સ અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.તેમજ તેમણે અન્ય લોકોને પણ રસી મુકાવવા માટે અપીલ કરી હતી.આમ વર્તમાન સમયમાં 60 વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે રાષ્ટ્રપતિએ રસી મુકાવી છે.આમ રક્ષામંત્રી રાજનાથસિંહ,સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન તેમજ બિહારના સીએમ,ઓરિસ્સાના સીએમ પણ રસી મુકાવી ચુક્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved