Error: Server configuration issue
કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 એપ્રિલે સાંજે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે વાતચીત કરશે.આમ આ પહેલા વડાપ્રધાને 8 એપ્રિલે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે.જેમાં મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્યોમાં સર્વદળીય બેઠક બોલાવવાની સલાહ આપી હતી.જેમાં રાજ્યપાલ,પ્રસિદ્ધ હસ્તીઓ અને અન્ય સન્માનિત લોકોને સામેલ કરવાનું કહ્યું હતું.ત્યારે હવે દેશભરમાં બગડતી કોરોનાની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલો સાથે વાતચીત કરશે.આ બેઠકમાં દેશમાં કોરોનાને રોકવાના ઉપાયો અંગે ચર્ચા થઇ શકે છે.આમ દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે.ત્યારે તમામ પાસાઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved