લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી દેશના 10 રાજ્યોના જિલ્લાધિકારીઓ સાથે કોરોના અંગે ચર્ચા કરશે

દેશમા વધતાં કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદી આગામી 20 મેના રોજ એક મહત્વની બેઠકમાં સામેલ થશે.જે બેઠકમાં વડાપ્રધાન કોરોનાથી વધુ પ્રભાવિત હોય તેવા જિલ્લાઓના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.જેમાં 20 મેના રોજ મળનારી બેઠકના પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશ,પશ્ચિમ બંગાળ,છત્તીસગઢ,પુડ્ડુચેરી,રાજસ્થાન,મહારાષ્ટ્ર,ઝારખંડ,ઓડિશા,કેરળ અને હરિયાણાના જિલ્લાધિકારીઓ સામેલ થશે.ત્યારબાદ વડાપ્રધાન બાકી જિલ્લાધિકારીઓ સાથે ચર્ચા કરશે.જે બેઠકમાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા થશે અને વેક્સિનેશનને પ્રોત્સાહિત કરવા અંગે ચર્ચા થશે.