લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદીની કોરોના બાબતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી,વેન્ટિલેટરનો ઉપયોગ ન થતાં નારાજગી વ્યક્ત કરી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.જેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.જે બેઠકમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.આમ આ બેઠકમાં પીએમ મોદીએ ગામડાઓમાં ઘરે-ઘરે જઇને સર્વે કરીને ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું.તેમજ વેન્ટિલેટરોનો ઉપયોગ ન થવા અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.આ સિવાય અધિકારીઓએ વડાપ્રધાનને દેશમાં વર્તમાન સમયમાં કોવિડ સંબંધિત સ્થિતિ અંગે જાણકારી આપી હતી.આમ આ બાબતે વડાપ્રધાને સૂચના આપી હતી કે ગ્રામિણ વિસ્તારોમાં ઓક્સિજન સપ્લાય થાય તે માટે એક વિતરણ યોજના તૈયાર કરવામાં આવે.તેમજ સાધનસામગ્રીના સંચાલન માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી તાલીમ આપવી જોઈએ અને આવા તબીબી સાધનોના સંચાલન માટે વીજપુરવઠો સુનિશ્ચિત કરવો જોઇએ.