લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વડાપ્રધાન મોદી આગામી મે મહિનામાં ફ્રાન્સની મુલાકાતે જશે

કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીની વિદેશયાત્રા બંધ હતી.પરંતુ તાજેતરમાં તેમણે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો.ત્યારે હવે આગામી મે મહિનામાં વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે જઈ શકે છે.જેમાં વડાપ્રધાન ડેન્માર્ક અને ઈટાલીનો પ્રવાસ પણ કરી શકે છે.આમ ઈન્ડીયન ઈયુ સમીટમાં ભાગ લેવાના ભાગરૂપે યુરોપની મુલાકાત દરમિયાન મોદી ફ્રાન્સની મુલાકાત લેશે.જેમાં 8મેના રોજ ઈન્ડીયા ઈયુ સમીટ પોર્ટુગલમાં યોજાનાર છે અને ફ્રાન્સ તેનો એક ભાગ બની રહેશે.આમ વડાપ્રધાન મોદીએ છેલ્લે વર્ષ 2019માં ફ્રાન્સની મુલાકાત લીધી હતી.

આમ મોદીની ફ્રાન્સની મુલાકાત પહેલા ફ્રેન્ચ વિદેશમંત્રી જીન-યેવ-લી ડ્રેઈન આગામી 13 થી 15 એપ્રિલે ભારતની મુલાકાત લઈ શકે છે.જે મુલાકાત દરમિયાન ફ્રેન્ચ મિનીસ્ટર રૈસીના ડાયલોગ અને ભારત-ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓની ટ્રેઈલટેરલ મીટમાં ભાગ લેશે.