તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સિન લીધી હતી.જે બાદ પ્રધાનમંત્રીના માતા હીરાબાએ પણ કોરોનાની વેક્સિન લીધી છે.ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે મને જણાવીને આનંદ થાય છે કે આજે મારી માતાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.હું તમામને વિનંતી કરવા માગું છું કે જે લોકો વેક્સિન માટે લાયક છે તેમની મદદ કરો અને તેમને વેક્સિન લેવા માટે પ્રેરણા આપો.આમ ગુજરાત સહિત દેશભરમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયનાં અને 45 વર્ષથી મોટી ઉંમરના લોકો જેઓને ગંભીર બીમારીઓ છે તેઓને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે આ તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતનાં અનેક દિગ્ગજોએ કોરોનાની રસી લીધી છે.ત્યારે દર વખતની જેમ આ વખતે પણ માતા હીરાબાએ પોતાના પુત્રને સપોર્ટ કરતાં કોરોનાની રસી લીધી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved