Error: Server configuration issue
કોરોનાના કારણે રાષ્ટ્રપ્રમુખોના વિદેશ પ્રવાસો પર જે રોક લાગી હતી તે હવે પૂર્ણ થવા જઇ રહી છે.ત્યારે 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ શરૂ થઈ જશે.આમ વર્ષ 2021ના મે મહિનામાં પીએમ મોદીની યુરોપીય સંઘની યાત્રાને લઈને પણ વિદેશ મંત્રાલયમાં તૈયારીઓ ચાલી રહી છે.આમ યુરોપીય સંઘની યાત્રાના થોડાસમય બાદ જૂન 2021માં વડાપ્રધાન મોદી G-7 દેશની બેઠકમાં સહભાગી બનવા બ્રિટન જાય તેવી શક્યતા છે.આમ યુરોપીય સંઘ અને બ્રિટનની યાત્રા દરમિયાન વડાપ્રધાન કેટલાક દેશોને પોતાના રૂટમાં સામેલ કરી શકે છે.આમ જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત આવવાને લઈ ભારતીય વિદેશ મંત્રાલય જાપાન અને રૂસના વિદેશ મંત્રાલયોના સંપર્કમાં છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved