લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદીએ એઇમ્સ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

પહેલી માર્ચથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઇમ્સ ખાતે ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.આમ દિલ્હી ખાતેની એઈમ્સ હોસ્પિટલમાં કામ કરતી પુડુચેરીની સિસ્ટર પી નિવેદાએ વડાપ્રધાનને કોરોના વેક્સિનનો ડોઝ આપ્યો હતો.આમ કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે જેને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે.આમ આ સાથે તેમણે દેશવાસીઓને કોરોના વેક્સિન લેવાની વિનંતી કરી હતી.

આમ આજથી દેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ચુકી છે.કોરોના વિરૂદ્ધના વેક્સિન યુદ્ધના આગામી ચરણમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અથવા તો વિવિધ બીમારીઓ સામે ઝઝુમી રહેલા 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો વેક્સિન લઈ શકશે.આમ સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.આમ વેક્સિનેશનના નવા અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે.જેમાં 12,000થી વધારે સરકારી અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર વેક્સિનેશનને ગતિશીલ બનાવવાની જવાબદારી સોંપાઈ છે.ત્યારે મૈક્સ,એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં સામેલ નહીં થાય.