લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલી કરશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના પ્રચારને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલી કરશે.જેમાં ભાજપ દ્વારા ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવેલી ‘પરિવર્તન યાત્રા’ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આમ વડાપ્રધાન મોદીની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ આ રેલીમાં હાજર રહેશે.આમ બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી પણ સ્ટેજ પર જોવા મળશે.જે મિથુન ચક્રવર્તી એકસમયે સીપીઆઈ(એમ)ની નજીક હતા તેમજ કેટલાક વર્ષોથી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પણ છે.