લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબના મુખ્યમંત્રી સીએમ અમરિન્દરસિંહે રામમંદિર માટે 2 લાખનુ દાન આપ્યું

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે અયોધ્યામાં બનનારા રામમંદિર માટે વ્યક્તિગતરીતે રૂ.2 લાખનુ દાન આપ્યુ છે.આમ રામમંદિરનુ દાન એકઠુ કરી રહેલી ટીમને કેપ્ટને પોતાનો ચેક સુપરત કર્યો હતો.રાજ્યમાં 7 માર્ચે રામમંદિર માટે દાન આપવાનો પંજાબમાં અંતિમ દિવસ હતો.પંજાબમાં રામમંદિર માટે ડોનેશન એકઠુ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.જેના પગલે 7 માર્ચ સુધી ડોનેશન માટેની કવાયત ચાલુ રાખવામા આવી છે.રામમંદિર માટે સમગ્ર દેશમાંથી 2500 કરોડ રૂપિયાનુ દાન આવી ચુક્યુ છે.જેમાં રાજકીય અગ્રણીઓ પણ દાન આપવામા પાછળ રહ્યા નથી.જેમાં વડાપ્રધાન મોદીથી માંડીને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ દાન આપ્યુ છે.રામમંદિર માટે સૌથી વધારે 515 કરોડ રૂપિયાનું દાન રાજસ્થાન રાજ્યમાંથી આવ્યુ છે.