લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબ સરકાર વિધાનસભામાં અગ્નિપથ યોજનાની વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા વિધાનસભામા પ્રસ્તાવ લાવશે.જે અંગે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પ્રતાપસિંહ બાજવાએ રાજ્ય વિધાનસભામાં આ માંગ ઉઠાવી હતી જેને ભગવંત માને સ્વીકારી છે સાથે જ કેન્દ્ર સરકારની યોજના વિરુદ્ધ એક સર્વદળીય પ્રસ્તાવ લાવવાનુ પણ વચન આપ્યુ હતુ.ત્યારે આ પ્રસ્તાવ 30 જૂને વિધાનસભામાં રજૂ કરવામા આવશે.