લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબ સરકારે કોવિડ ગાઇડલાઇન કડક બનાવી,નેગેટીવ રિપોર્ટ હશે તેમને રાજ્યમાં પ્રવેશ અપાશે

પંજાબ સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.જેમાં જે લોકો પાસે કોવિડનો નેગેટીવ રિપોર્ટ હશે તેવા લોકો જ પ્રવેશ કરી શકશે.આ સિવાય દુકાનોમા જરૂરી ચીજો સિવાય આગામી 15 મે સુધી બંધ રાખવા જણાવાયું છે.કારમાં ફક્ત 2 લોકો મુસાફરી કરી શકશે.આ સિવાય સરકારે તમામ ભરતી પરીક્ષાઓ પણ મોકુફ રાખી છે તેમજ મેડિકલ સ્ટોર્સ,દૂધ,શાકભાજી,ફળો,ડેરી,ઇંડા અને માંસ અને મોબાઈલ રિપેરની દુકાનો ખુલ્લી રહેશે.રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે.