લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આર.અશ્વિન આઈ.પી.એલમાંથી ખસી ગયો

કોરોના વાયરસની બીજી લહેરથી વર્તમાન સમયમાં સમગ્ર દેશ લડી રહ્યો છે કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.આમ આ બધાની વચ્ચે દિલ્હી કેપિટલ્સના બોલર આર.અશ્વિને આઈ.પી.એલમાંથી હટવાનો નિર્ણય લીધો છે.આમ આ અંગેની જાણકારી આપતા તેણે કહ્યું હતું કે હું આજથી ચાલું વર્ષના આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું.મારો પરિવાર કોરોના સામે લડાઈ લડી રહ્યો છે જેથી મુશ્કેલીના સમયમાં હું તેનો સાથ આપવા માંગું છું.આમ જો બધું ઠીક થઈ જશે તો હું વાપસી કરવાની આશા સેવી રહ્યો છું.આમ આઈ.પી.એલમા હૈદરાબાદ સામે જીત મેળવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે.