લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિજરત કરતાં મજૂરોની સંખ્યા વધતાં રેલવેએ નવી 13 ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી

લોકડાઉનની આશંકા વચ્ચે ગુજરાત,મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પ્રવાસી મજૂરોની ફરી વતન વાપસી શરૂ થઈ ગઈ છે.ત્યારે વર્તમાન સમયમાં જે ટ્રેનો ચાલી રહી છે તે પણ ઓછી પડવા માંડી છે.ત્યારે કેટલાક લોકો રિઝર્વેશન વગર મુસાફરી કરી રહ્યા છે.જેના કારણે ટ્રેનોમાં ભીડ એટલી વધારે છે કે,ટિકિટ ચેકરોએ ચેકિંગ કરવાનુ પણ બંધ કરી દીધુ છે.આમ ટ્રેનો ઓછી પડતી હોવાથી રેલવે દ્વારા બીજી 13 ટ્રેનોને દોડાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે.જે ટ્રેનો ગુજરાત,મુંબઈ,પૂણે,અમદાવાદ અને યુ.પીના બીજા શહેરો વચ્ચે અવરજવર કરશે.આ સિવાય રેલવે દ્વારા નવી ટ્રેનોનુ ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવ્યુ છે.