લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રેલવેમાં જવલનશીલ પદાર્થ સાથે પ્રવાસ કરનારને આકરી સજા કરાશે

રેલવે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે આગ લાગવા જેવી દુર્ઘટના ન સર્જાય અને પ્રવાસીઓના જીવ ન જોખમાય તે માટે રેલવેએ નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે.જેમાં જ્વનશીલ પદાર્થ સાથે પ્રવાસીઓએ મુસાફરી કરી તો તેમને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે.આમ આ આદેશ સાથે રેલવેએ રાત્રે ૧૧ થી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિના પોઇંટ બંધ રાખવાનો પણ નિર્ણય લીધો હતો.આમ ૧૩મી માર્ચના રોજ દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દી એક્સપ્રેસમા આગ લાગી હતી અને આ આગ જોતજોતામાં સાત ડબ્બા સુધી પ્રસરી ગઇ હતી.જોકે આ દુર્ઘટનામાં કોઇ પ્રવાસીને ઇજા થઇ નહોતી.પરંતુ રેલવેને તેને કારણે ભારે નુકસાન થયું હતું.

આમ રેલવેમા જ્વનશીલ પદાર્થ લઇ જવા પર પહેલેથી જ પ્રતિબંધ છે.પરંતુ આ દુર્ઘટના બાદ હવે આ નિર્ણયનો કડક અમલ કરાશે તેવી માહિતી પણ અધિકારીએ આપી હતી અને જો કોઇ પ્રવાસી કોઇપણ પ્રકારના જ્વલનશીલ પદાર્થ સાથે પકડાશે તો તેમણે 3 વર્ષની જેલ કરાશે તેમ જણાવ્યું હતું.