લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રેલવે સ્ટેશનો પર મુસાફરોને ડિસ્પોઝેબલ ધાબળા તેમજ ચાદર મળશે

ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે રેલવે દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે.જેમાં હવે રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરોને ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર આપવામાં આવશે.આમ આ પહેલા કોરોના વાઇરસના કારણે ટ્રેનોના એસી કોચમાં અપાતા બેડરોલ બંધ કરાયા હતા અને પડદા પણ હટાવી દેવાયા હતા એ પછી ટ્રેન સેવાઓ શરૂ થઈ હતી ત્યારે મુસાફરોને ઘરેથી ધાબળા કે ચાદર લાવવા માટે કહેવાતું હતુ.ત્યારે હવે રેલવે દ્વારા ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદરનુ વેચાણ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવનાર છે.જેના માટે દરેક સ્ટેશન પર કાઉન્ટર લગાવાશે.આમ કાઉન્ટર લગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.જેમાં મુસાફરો કાઉન્ટર પરથી ધાબળા,ચાદર તેમજ સેનિટાઈઝર અને માસ્ક પણ ખરીદી શકશે.આમ આ ધાબળા તથા ચાદર મુસાફરો ઈચ્છે તો ઘરે પણ લઈ જઈ શકશે.

એક બેડિંગ કિટમાં એક ધાબળો,તકીયો અને ચાદર હશે.જે રેલવેને પાછી આપવાની જરૂર નથી.આમ આ સમગ્ર બેડિંગ કિટ માટે મુસાફરે રૂ.250 ખર્ચવા પડશે જ્યારે માત્ર ચાદર લેવા માટે રૂ.50 આપવાના રહેશે જ્યારે ધાબળા માટે રૂ.100 મળશે અને ચાદર સાથે ઓશીકાની કિંમત રૂ.100 રખાશે.
આમ રેલવે સ્ટેશન પર સેનિટાઈઝન માટે વ્યવસ્થા કરાઈ છે.