લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વેક્સિનેશનના અભિયાન વચ્ચે રાજસ્થાનમા વેક્સિનનો સ્ટોક ખાલી થશે,કેન્દ્રની મદદ માંગી

દેશમાં વેક્સિનેશનના અભિયાન વચ્ચે દેશના રાજસ્થાન રાજ્યમાં વેક્સિન ખાલી થવાની તૈયારીમાં છે.ત્યારે સરકારે કેન્દ્રને કહ્યું કે જો તેઓ જલ્દી વધુ કોરોના વેક્સિનની સપ્લાઈ નહી કરે તો રાજ્યમાં કાલ સુધીમાં કોરોનાની વેક્સિન ખાલી થઈ જશે.રાજ્યમાં વેક્સિનેશન ડ્રાઈવની ગતિને થોડી ધીમી કરી દેવાઈ છે.ત્યારે એવા લોકોને રસી આપવામાં આવી છે જેમને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો છે.રાજસ્થાનમાં દરરોજ લગભગ 2.5 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.રાજ્યના આરોગ્યમંત્રી ડોક્ટર રઘુ શર્માએ જણાવ્યું છે કે રાજ્ય પાસે 5.85 લાખ ડોઝ વધ્યા છે.રાજ્યમાં જે પ્રકારે ડ્રાઈવ ચાલી રહી છે તે પ્રમાણે માર્ચ મહિનામા જ 60 લાખ વેક્સિનની જરૂર પડશે.તેવામાં વેક્સિન નહી મળે તો વેક્સિનેશન અભિયાન વચ્ચેથી જ અટકાવવું પડશે.

આમ રાજસ્થાનમાં કોવિડશીલ્ડ અને કોવેક્સિનના 67 લાખ લાભાર્થી છે.જેમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થયા બાદથી અત્યારસુધીમાં 29.9 લાખ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.તેમાંથી 2.15 લાખ ડોઝ રાજ્ય સરકારે સેનાને આપ્યા છે.પરંતુ વર્તમાન સમયમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ચુક્યો છે.જેનું સ્તર વધુ મોટું અને ગતિ વધારે છે.