લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સ આઇ.પી.એલની સમગ્ર સીઝનમાંથી બહાર થયા

વર્તમાન આઈ.પી.એલની સીઝનમા રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સના હાથમાં ફ્રેક્ચરને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.આ પહેલાં ટીમનો ફાસ્ટબોલર જોફ્રા આર્ચર સર્જરીને કારણે પ્રારંભીક મુકાબલા રમી શકે તેમ નથી.ત્યારે આ પહેલાં રાજસ્થાન રોયલ્સને પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ તરફથી પરાજય મળી ચૂક્યો છે.જેમાં પંજાબના ખેલાડી ક્રિસ ગેઈલનો કેચ પકડતી વખતે બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો હોવાછતાં મેચ રમી હતી.જેમાં બેટિંગ કરતી વખતે સ્ટોક્સ ખાતું ખોલાવ્યા વગર મોહમ્મદ શમીના બોલ પર આઉટ થયો હતો.આમ આ વર્ષે ટી-20 વિશ્વકપ પણ રમાવાનો હોવાથી ઈંગ્લીશ બોર્ડ સ્ટોક્સને લઈને કોઈ જોખમ ઉઠાવવા માંગતું નથી.