લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજયસભામાં મોંઘવારી મુદે વિપક્ષોનો હલ્લાબોલ- ગૃહ સ્થગિત કરાયું

દેશમાં ચુંટણીના વાતાવરણ વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબકકાના પ્રથમ દીવસે વિરોધ પક્ષોએ રાજયસભામાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સહીત મોંઘવારીના મુદે સભામોકુફીની દરખાસ્ત દાખલ કરવા તેમજ તાત્કાલીક ચર્ચાની માંગણી સાથે ઉહાપોહ કરતા ઉપલાગૃહને મુલત્વી રાખવાની ફરજ પડી હતી.આમ કોંગ્રેસના સાંસદ તેમજ વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો મુદો ઉઠાવતા જણાવ્યુ હતુ કે આ મુદે શુન્યકાળ સ્થગીત કરીને સરકારે ભાવવધારા મુદે ચર્ચા કરવી જોઇએ. જોકે અધ્યક્ષ વૈંકયા નાયડુએ સભ્યોની માંગને તાત્કાલીક સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને મોંઘવારી તેમજ ભાવવધારા મુદે સુત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસ સહીતના વિપક્ષોને શાંત રહેવા વારંવાર વિનંતી કરી હતી અને જણાવ્યુ હતુ કે હું સત્રના પ્રથમ દિવસે કોઇ આકરી કાર્યવાહી કરવા માગતો નથી.તેથી વિપક્ષ પણ મને તેમના ઉપર ફરજ ન પાડે.

આમ અધ્યક્ષના આ અનુરોધને વિપક્ષોએ ફગાવી દીધો હતો અને ગૃહની મધ્યમાં ધસી જઇને મોંઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.જેને કારણે આજે બપોરે 1 વાગ્યા સુધી રાજયસભાને મુલત્વી રાખવામાં આવી છે.