લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીએકવાર જમ્મુ-કાશ્મીરના કોઈ સદસ્ય નથી

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઈપણ સભ્યો જમ્મુ કાશ્મીરમાંથી નથી. આમ આવું પ્રથમવાર નથી થયું આ અગાઉ ત્રણ વખત આવી સ્થિતિ બની છે.આમ વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીરના ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

આમ રાજ્યસભામાં જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થયો છે.જેમાં પી.ડી.પી પાર્ટીના મીર મહમ્મદ ફયાઝ,નિયાઝ અહમદ,કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ભાજપના શમશેરસિંહ સામેલ છે.આમ આ પહેલા વર્ષ 1994 અને વર્ષ 1996માં રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરના કોઈ પ્રતિનિધિ નહોતા.