લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / રવીન્દ્ર જાડેજાનું આગામી આઇ.પી.એલ સિઝનમાં રમવું અનિશ્ચિંત

આઇ.પી.એલ 2020માં સાતમાં સ્થાન પર રહેનાર ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ વાપસી કરવા માટે તૈયાર છે.ત્યારે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા આગામી સિઝન રમી શકશે કે નહીં તે નક્કી નથી.જાડેજા અંગુઠાની ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની વચ્ચેથી બહાર થઇ ગયો હતો.એવામાં ઈન્ડિયન પ્રિમિયર લીગની 14મી સીઝન આગામી 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે.તેવા સમયે તે બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.ત્યારે આગામી 27 કે 28 માર્ચથી ટીમનો કેમ્પ શરૂ થઇ જશે.ત્યારે એક અનુમાન એવું પણ લગાવાઈ રહ્યું છે કે જાડેજા પ્રારંભિક મેચમાં બહાર થઈ શકે છે.