લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ચાલુ વર્ષે લાલ સૂકાં મરચાંની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો થયો

ઉનાળાના તાપની અસર થવા લાગી છે.ત્યારે ગૃહિણીઓની મસાલા કરવાની સીઝન આવી ગઈ હોવાનું પણ બજારમાં દેખાય છે.ત્યારે વાશીની હોલસેલ મસાલા માર્કેટમાં નવા લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે.જેમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લાલ સૂકા મરચાંના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો જોવા મળે છે.જેના કારણે ગૃહિણીઓના મસાલાના બજેટ તેની અસર થઈ છે.

આમ માર્ચથી બજારમાં મહિલાઓની ભીડ વધવા માંડે છે.ત્યારે તે સમયથી જ માર્કેટમાં નવા લાલ મરચાની આવક પણ શરૂ થાય છે.જેમાં મહારાષ્ટ્ર,કર્ણાટક,બેંગ્લોર,આંધ્રપ્રદેશમાંથી મોટાં પ્રમાણમાં લાલ મરચાં વાશી માર્કેટમાં આવે છે.મસાલા કરવા માટે લવિંગ્યા,પાંડી,બેડકી અને કાશ્મિરી મરચાંની માગ વધુ હોય છે.સામાન્યપણે મરચાંની ૧૦ થી ૧૨ ગાડીઓ આવતી હોય છે.પરંતુ આ વર્ષે ૨૦ થી ૨૫ ગાડીઓ આવી રહી છે.એપ્રિલ સુધીમાં આ મરચાંની ગાડીની આવક ૫૦ થી ૫૦ ગાડી સુધી જતી હોય છે.આ વર્ષે એપ્રિલમાં પણ મરચાંની આવક વધવાની શક્યતા છે.આ વર્ષે આવક સારી હોવાથી મરચાંના ભાવમાં કોઈ વધારો નહીં થાય.