લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રિલાયન્સ જિયોના ચેરમેનપદેથી મુકેશ અંબાણીએ રાજીનામું આપ્યુ

ભારતના ઉદ્યોપતિ અને એશિયાના ધનકુબેર એવા રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.ત્યારે રિલાયન્સ જિયોના ચેરમેનનો પદભાર પુત્ર આકાશ અંબાણી સંભાળશે.આકાશ જિયોના બોર્ડમાં વર્તમાન સમયમા નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છે.મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારોબારના ભાગલા કરીને પુત્રો અને દિકરીને વહેંચીને તેઓ કુશળ કર્તાહર્તા બન્યા બાદ રિટાયરમેન્ટ લઈ શકે છે.આમ રિલાયન્સ જિયોએ નવા ચેરમેન તરીકે આકાશ અંબાણીના નામની સાથે પંકજ મોહન પવારને મેનેજિંગ ડાયરેક્ટર પદે નિમ્યાં છે.આ સાથે જિયોએ રમિન્દર સિંઘ અગ્રવાલ અને કે.વી ચૌધરીને પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.