લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રીલાયન્સ કંપની તમામ કર્મચારી તથા તેમના કુટુંબનો વેકસીનેશન ખર્ચ ઉઠાવશે

દેશમાં કોપોરેટ ક્ષેત્ર દ્વારા તેમના કર્મચારીઓને પણ વેકસીનેશન માટે તૈયારી કરી છે.ત્યારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેકટર નીતા અંબાણીએ કંપનીના તમામ કર્મચારીઓને વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચના આપી છે.જેમાં રીલાયન્સ વેકસીનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે. જેમાં કર્મચારીઓ ઉપરાંત તેમના કુટુંબનું વેકસીનેશન પણ કંપની જ કરાવશે.આમ નીતા અંબાણીએ કર્મચારીઓને મોકલેલા એક ઈ-મેલમાં જણાવ્યું હતું કે દરેક કર્મચારી તેના પતિ અથવા પત્ની-સંતાનો અને કર્મચારીઓના માતા-પિતાનું વેકસીનેશન કરવામાં આવશે અને આપણે સૌ સાથે મળીને કોરોનાની આ મહામારીને પાછળ હટાવવામાં સફળતા મેળવીશું.