લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રિઝર્વ બેન્કે આરોગ્ય વિભાગ માટે કોવિડ લોન રૂા.50000 કરોડ ફાળવી

દેશમાં કોરોના સંક્રમણમાં અર્થતંત્રને મોટો ફટકો પડી રહયો છે.ત્યારે બીજી લહેરના કારણે લોકડાઉન તથા કર્ફયુ જેવી સ્થિતી રાજય સરકાર દ્વારા લાદવામાં આવી છે જેના કારણે વ્યાપાર ધંધાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.જે સ્થિતી પર રીઝર્વ બેન્ક નજર રાખી રહી છે.આમ રીઝર્વ બેન્કના ગર્વનર શકિતકાંત દાસે બોલાવાયેલી પત્રકાર પરીષદમાં કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલ હોસ્પીટલો,વેકસીન નિર્માતા કંપનીઓ,ફાર્મા કંપનીઓ સહીત સમગ્ર આરોગ્ય વિભાગ માટે રૂ.50 હજાર કરોડની કોવીડ લોનની જાહેરાત કરવામાં આવી છે.જે યોજના હેઠળ બેંકો આગામી 31 માર્ચ 2022 સુધી વેકસીન ઉત્પાદક કંપનીઓ,મેડીકલ સુવીધા આપતી હોસ્પીટલો અને અન્ય મેડીકલ ઉપકરણ બનાવતી કંપનીઓ તેમજ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ માટે આગામી 3 વર્ષના ગાળા માટે રૂ.50 હજાર કરોડની લોન આપી શકશે.જેના માટે બેંકોએ કોવીડ લોન બુક સ્કીમ જાહેર કરવાની રહેશે.આ સિવાય આરબીઆઇના ગર્વનરે લઘુ અને નાના ઉધોગો કે જે એમએસએમઇની વ્યાખ્યામાં આવે છે તેને વન ટાઇમ રીસ્ટ્રકચરીંગ માટે મંજુરી આપી છે.