રાયપુરમાં 5 થી 21 માર્ચ દરમિયાન રમાનારી રોડ સેફ્ટી સિરીઝમાં સચીન તેંડુલકર,વિરેન્દ્ર સેહવાગ,બ્રાયન લારા,મુથૈયા મુરલીધરન જેવા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે.આમ ગયા વર્ષે આ સિરીઝની પહેલી આવૃત્તિ ચાર મેચ પછી કોરોનાના લીધે રદ કરી દેવાઈ હતી.રોડ સેફ્ટી સિરીઝની બીજી આવૃત્તિનું સ્થળ રાયપુરમાં આવેલું શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે જેની બેઠક ક્ષમતા ૬૫,૦૦૦ની છે.રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-૨૦માં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ભાગ લેનારી બે નવી ટીમ છે.આમ આ સિરીઝમાં ઇન્ડિયા લેજેન્ડ્સ, શ્રીલંકા લેજેન્ડ્સ,વેસ્ટઇન્ડીઝ લેજેન્ડ્સ,સાઉથ આફ્રિકા લેજેન્ડ્સ,બાંગ્લાદેશ લેજેન્ડ્સ,ઇંગ્લેન્ડ લેજેન્ડ્સ ભાગ લેશે.આ ટુર્નામેન્ટની બધી મેચો સાંજે 7:00 વાગ્યાથી રમાશે.જેની પ્રથમ સેમીફાઇનલ ૧૭ માર્ચના રોજ જ્યારે બીજી સેમીફાઇનલ ૧૯ માર્ચના રોજ રમાશે અને ફાઇનલ ૨૧ માર્ચના રોજ રમાશે.આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ બાંગ્લાદેશ સામે 5માર્ચે,ઇંગ્લેન્ડ સામે ૯ માર્ચે,સાઉથ આફ્રિકા સામે ૧૩ માર્ચે ટકરાશે.આ મેચોનું જીવંત પ્રસારણ કલર્સ સિનેપ્લેક્સ,કલર્સ કન્નડા સિનેમા,એફટીએ ચેનલ રિશ્તે સિનેપ્લેક્સ પર સાંજે 7:00 વાગ્યાથી થશે.
ઇન્ડિયા લેજેન્ડસ- સચીન તેંડુલકર,વિરેન્દ્ર સેહવાગ,યુવરાજસિંહ,મોહમ્મદ કૈફ,યુસુફ પઠાણ,નમન ઓઝા,ઝાહીર ખાન,પ્રજ્ઞાન ઓઝા,નોએલ ડેવિડ,મુનાફ પટેલ,ઇરફાન પઠાણ,મનપ્રીત ગોની
શ્રીલંકા લેજેન્ડસ- ઉપુલ થરંગા,ચમારા સિલ્વા,ચિન્થાકા જયસિંઘે,થિલન થુસારા,નુવાન કુલસેકરા,રસેલ આર્નોલ્ડ,અજંથા મેન્ડિસ,ફરવીઝ મહારુફ,સનથ જયસૂર્યા,મંજુલા પ્રસાદ,મલિન્ડા વર્ણપુરા,દમિકા પ્રસાદ,રંગાના હેરાથ,ચામરા કપુગેડરા,તિલકરત્ન દિલશન,દુલાન્જના વિજેસિંઘે
બાંગ્લાદેશ લેજેન્ડસ- ખાલેદ મહમુદ,મોહમ્મદ શરીફ,મુશફિકર રહેમાન,એેન.એમ મામુન ઉર રશેદ,નફીસ ઇકબાલ,મોહમ્મદ રફીક,અબ્દુલ રઝાક,ખાલેદ મશુદ,હન્નન સરકાર,જાવેદ ઓમર,રજિન સાલેહ,મહેહરાબ હુસૈન,આફતાબ એહમદ,આલમગીર કબીર
સાઉથઆફ્રિકા લેજેન્ડસ- મોર્ન વાન વીક,અલ્વિરા પીટરસન,નિકી બોયે,એન્ડ્રયુ પુટિક,થંડી ત્સાબલાલા,લૂટ્સ બોસમેન,લઇડ નોરિસ જોન્સ, ઝાંડર ડી બુ્રઇન,મોન્ડે ઝોન્ડેકી,ગાર્નેટ ક્રુગર,રોજર ટલિમાચુસ,જોન્ટી રોડ્સ,મ્ખાયા એન્ટીની,જસ્ટિન કેમ્પ.
વેસ્ટઇન્ડિઝ લેજેન્ડસ- બ્રાયન લારા,દીનાનાથ રામનારાયણ,એડમ સેનફોર્ડ,કાર્લ હૂપર,ડ્વાઇન સ્મિથ,રયાન ઓસ્ટિન,વિલિયમ પર્કન્સ,મહેન્દ્ર નાગમૂટૂ,પેડ્રો કોલિન્સ,રિડલી જેકોબપ્સ,નરસિંહ દેવનારાયણ,ટિનો બેસ્ટ,સુલેમાન બેન
ઇંગ્લેન્ડ લેજેન્ડસ- કેવિન પીટરસન,ઓવૈસ શાહ,ફિલિપ મસ્ટર્ડ,મોન્ટી પાનેસર,નિક કોમ્પ્ટન,કબીર અલી,ઉસ્માન અફઝલ,મેથ્યુ હોગાર્ડ,જેમ્સ ટિન્ડવોલ,ક્રિસ ટ્રેમલેટ,સાજિદ મહમૂદ,જેમ્સ ટ્રેડવેલ,ક્રિસ ક્કોફિલ્ડ,જોનાથન ટ્રોટ,રયાન સાઇડબોટમ
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved