લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ,મહિલા ટી-20 ટીમના કપ્તાન પણ સંક્રમિત થયા

થોડા દિવસ પહેલાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમવામાં આવી હતી.જેમાં રમનારા ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ આવ્યા છે.આમ તેમની પહેલાં આ સિરીઝમા રમનારા સચિન તેંડુલકર,યુસુફ પઠાણ,સુબ્રહ્મણ્યમ બદ્રીનાથનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સિરીઝમાં ઇરફાને પાર્થિવ પટેલ અને આકાશ ચોપડા સાથે પણ કોમેન્ટરી કરી હતી.આ સિવાય ભારતીય મહિલા ટી-20 ટીમના કપ્તાન હરમનપ્રીત કોરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આમ આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ એક ખાનગી ટૂર્નામેન્ટ છે.જેમાં બીસીસીઆઈની મંજૂરી લેવાની જરૂર પડતી નથી.જે સિરીઝમા ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ક્રિકેટરો જ રમ્યા હતા.આ સિવાય ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર પણ કોરોના પોઝિટિવ છે. જેમને માઈલ્ડ લક્ષણો હોવાથી સોમવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે સાઉથ આફ્રિકા સામેની અંતિમ વન-ડેમાં ઈજાગ્રસ્ત થતાં હરમન લખનઉ ખાતેની ટી-20માં રમી નહોતી.આમ અત્યારે તેઓ પોતાના ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં છે.