દેશના પાંચ રાજ્યોમાં વર્તમાન સમયમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ થયા છે.જેના પગલે પ્રિયંકા ગાંધી પણ આઈસોલેટ થયા છે.જેની પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.જેમાં તેમણે કહ્યુ હતુ કે,કોરોનાના સંક્રમણના દાયરામાં આવવાના કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જોકે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આમ છતા ડોક્ટરોએ સલાહ આપી હોવાથી હું આગામી કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં રહીશ.જેના કારણે હું આગામી કેટલાક દિવસો સુધી ચૂંટણી પ્રચાર નહીં કરી શકું.જેના કારણે મારો આસામ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
આમ પ્રિયંકા ગાંધીની આજે આસામની ત્રણ રેલી પણ રદ કરાઈ છે.આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ પણ કહ્યુ હતુ કે,હું કોરોના પોઝિટવના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયો છું.જોકે મને કોઈ લક્ષણો દેખાયા નથી.સદનસીબે બાળકો અમારી સાથે નથી અને ઘરના બાકી સભ્યોનો રિપોર્ટ નેગિટિવ આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved