રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ પાંચ આઈપીએલ ટ્રોફી જીતી છે અને તે દુનિયાની સૌથી મોટી લીગની સૌથી સફળ ટીમ છે.રોહિત શર્માએ આઈપીએલની સફર ડેક્કન ચાર્જર્સથી શરૂ કરી હતી અને વર્ષ 2011માં તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થયા હતા.આ પછી વર્ષ 2013માં તેમને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.
રોહિત શર્મા આઈપીએલથી અત્યારસુધીમાં 146.6 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે.આમ આઈપીએલની પહેલી સીઝનથી લઈને આજ સુધીમાં રોહિત શર્માના પગારમાં 400 ટકાનો વધારો નોંધાયો છે.રોહિત શર્મા આઈપીએલમાં ધોની બાદ સૌથી વધુ પૈસા કમાનાર ખેલાડી છે.ધોની આઈપીએલથી 150 કરોડ રૂપિયા કમાનારા એકમાત્ર ક્રિકેટર છે.
રોહિત શર્માને વર્ષ 2008માં ડેક્કન ચાર્જર્સ ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ કર્યા હતા.આ પછી વર્ષ 2009 અને 2010માં પણ રોહિત ડેક્કન ચાર્જર્સ સાથે જોડાયેલા રહ્યા અને તેનો પગાર ત્રણ કરોડ રૂપિયા રહ્યો હતો. વર્ષ 2011માં મુંબઈએ રોહિત શર્માને પોતાની ટીમમાં સમાવ્યા હતા.મુંબઈએ રોહિતને 9.2 કરોડ રૂપિયામાં ખરીદયા હતા.તે પછી વર્ષ 2014માં તેનો પગાર વધીને 12.5 કરોડ રૂપિયા થઈ ગયો હતો.આઈપીએલ 2018માં રોહિત શર્માના પગારમાં ફરી એકવખત વધારો થયો અને મુંબઈ તરફથી તેને એક સીઝન રમવાના 15 કરોડ રૂપિયા મળવા લાગ્યા હતા.આમ 2019, 2020માં પણ મુંબઈએ તેને રિટેન કરતાં તેનો પગાર 15 કરોડ રૂપિયા વાર્ષિક છે.
રોહિત શર્મા 6 વખત આઈપીએલ જીતી ચૂક્યા છે.વર્ષ 2009માં તેણે ડેક્કન ચાર્જર્સ સાથે આઈપીએલ જીતી હતી અને ત્યારબાદ વર્ષ 2013,2015,2017,2019 અને 2020માં મુંબઈને ચેમ્પિયન બનાવ્યું હતું.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved