લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રોલ્સ રોઈસનું વેચાણ વધ્યું,છેલ્લા ત્રણ માસમાં 1,380 કાર વેચી

લક્ઝરી અને પ્રતિષ્ઠિત કાર કંપની રોલ્સ રોઈસે 116 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણ નોંધાવ્યું છે.જેમાં જાન્યુઆરી થી માર્ચ 2021ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ 1380 જેટલી કાર વેચી હતી.આમ વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા કંપનીનું વેચાણ આ વખતે 62 ટકા વધ્યું હતું.આમ આ ત્રણ માસમાં કંપનીનું કુલિનન મોડેલ સૌથી વધુ વેચાયુ છે.આ મોડેલ અમેરિકામાં 4 લાખ ડૉલર આસપાસ મળે છે, જ્યારે ભારતમાં તેની કિંમત 7 કરોડ રૂપિયા જેવી થાય છે.આ કાર 3 ટનની એસ.યુ.વી પ્રકારની છે.અમેરિકા અને ચીનમાં સૌથી વધારે વેચાઈ છે.