લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રૂદ્રપ્રયાગ અને ઉતરકાશીમાં વાદળો ફાટતા પાણી અને કાટમાળ લોકોનાં ઘરમાં ઘુસી ગયા

ઉતરાખંડના બે જીલ્લામાં વાદળ ફાટવાથી ઘરમાં પાણી અને કાટમાળ ઘુસી ગયા હતા.જેના કારણે મોટુ નુકશાન થયુ હતું.આમ પહેલા રૂદ્રપ્રયાગ જીલ્લાનાં નરકોટાની છે જયાં વાદળ ફાટવાથી 12 ઘરોમાં કાટમાળ ઘુસી ગયો હતો.જયારે બીજી ઘટના ઉતરકાશીના ચિન્યાલીસૌડમ કુમરાડા અને બલ્ડોગી ગામ પાસે વાદળ ફાટતા એક મકાન જમીનદોસ્ત થઈ ગયુ હતું.જેમાં 2 ભેંસ અને 1 બકરીનું મોત થયુ હતું જ્યારે 4 મકાનો આંશીક રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.આમ આ ઘટનાની મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી અને આ બાબતે અસરગ્રસ્તોને સહાયતા આપવાના નિર્દેશ આપ્યા હતા.આ સિવાય જે માર્ગ બંધ પડી ગયો છે તે તરત ખોલવાના પણ નિર્દેશ આપ્યા હતા.