લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયાની કોરોના વેક્સિન સ્પૂટનિક-વી આવતા અઠવાડિયે ભારતમાં ઉપલબ્ધ થશે

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.ત્યારે સરકાર વિદેશથી પણ કોરોના રસી મંગાવી રહી છે.ત્યારે રશિયાની કોરોના વેક્સીન સ્પૂટનિક- વી ભારત આવી રહી છે જેનું વેચાણ આવતા અઠવાડિયે શરૂ થશે. તેમજ આગામી જુલાઈથી સ્પૂટનિક રસીનું ઉત્પાદન શરૂ થશે.આમ ભારતમાં લગભગ 18 કરોડ કોરોના રસીનાં ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. જ્યારે અમેરિકામા આશરે 26 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે.આમ રસીરકરણની દ્રષ્ટીએ ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે.